Friday, February 12, 2010

ઝરણું ઝાંઝરિયું

ઝરણું ઝાંઝરિયું

ઝરણાને ઝાંઝર પહેરાવ્યું

ઝણઝણ કરતું જાય,

ઝરણું ઝાંઝરિયું.

આકાશી હૈયે જે બાંધ્યું

અમરત ત્યાં વેરાય

ઝરણું ઝાંઝરિયું.

વાદળની વાતોથી ભરિયું;

આભતણી આંખેથી સરિયું;

પથ્થર,ભેખડ, પહાડ કૂદાવી

કલકલ મીઠું ગાય

ઝરણું ઝાંઝરિયું.

બુંદ બુંદને જોડી દડિયું,

ઘર, વાદળ ને છોડી ફળિયું,

ખળખળતું ધમધમતું ધરણી

અંકે કરવા ધાય

ઝરણું ઝાંઝરિયું

ફીણનાં ફોરે ફરફર ફોરાં

મારગ એના રહે ન કોરા,

પથરાયાં જ્યાં પ્રેમ પટોળાં

ઝિલણિયું હરખાય

ઝરણું ઝાંઝરિયું

નેહ નિતરતું, ઝીણું ઝરતું;

નટખટ નાનું નર્તન કરતું;

સરસરતી સરિતા થઇ સરતું

સમદરિયે સંતાય

ઝરણું ઝાંઝરિયું


કીર્તિદા બ્રહ્મભટ્ટ

5 comments:

Unknown said...

very nice poem mummy...

Unknown said...

જેમ ઝરણું રમતીયાળ ચાલે ચાલે તેવીજ સરળ મજાની ચાલ અને ઢાળમાં રમતું મુકેલું આ કાવ્ય ખરેખર સુંદર છે, અભિનંદન.

Vijay Brahmbhatt said...

સરળ અને સરસ કાવ્ય છે. અભિનંદન

harshadbrahmbhatt@hotmil.com said...

iam happy to red and prud all so

harshadbrahmbhatt@hotmil.com said...

VARE NICE POEM AND HAPPY TO RED AND PRUD ALL SO .............HARSHAD BRAHMBHATT