Friday, February 12, 2010

ફૂલોના રંગો

ફૂલોના રંગો




મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે

મમ્મી, ફૂલોના રંગોથી ઘર આખું ચિતરાવી દે

પતંગિયા અહીં ફરફર કરશે, ભમરા ગણગણ ગાશે

રોજ સવારે દેખ પછીથી ઝાકળ ઝગમગ થાશે

પંખીડાં વળી ઊડઊડ કરતાં ફુવારામાં નહાશે

વન ઉપવનની સોડમ લાવી ઘર આખું મહેકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



સૂરજને કહેજે કે રાતે આવે મારી વહારે

ને ચંદલિયાને કહેજે કે આભમાં આવે સવારે

ઝળહળતા તારલિયા કેરી ફોજ લઇને પધારે

મમ્મી, આકાશી અજવાળાં આંખોમાં ચમકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



વરસાદ પડેને મુજને કહેતી ઘરમાં બેસી જા તું

રોજ સવારે તું જ તો કહે છે જા બેટા ના’વા તું

છબછબિયાં ઘરમાં કરશું ને વાદળ જળમાં ના’શું

છતમાં નાની અમથી મમ્મી, બારી એક મૂકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

4 comments:

Unknown said...

very nice poem mummy...

Unknown said...

સરસ કવિતા,હાથમાં ફુલોના રંગોની વાત, સુરજ, ચાંદલિયો, વરસાદ એતો જાણે બાળકોના વિસ્મયની અચરજભરી દુનિયા.અભિનંદન.

Kamal Brahmbhatt said...

Hello KK, JSK, Its always gr8 reading your poetry
... Good luck... Regards, Kamal

Vijay Brahmbhatt said...

સરળ અને સરસ કાવ્ય છે. અભિનંદન