રાખડી ટપાલમાં આવી
ઓ બેન તારી રાખડી ટપાલમાં આવી
બાળપણની વાત સઘળી સાથમાં લાવી
હાથ ઝાલી જેહનો જાતો હતો નિશાળમાં
જે મધુરા સ્પર્શથી પસવારતી તું વહાલમાં
એ નવાલા નેહના સંગાથમાં લાવી ઓ બેન તારી૦
થોઇ થપ્પા ને બધાં રિસામણાં મનામણાં
હું અધિકારી બની ના રાખતો કોઇ મણા
તોય તું તો સ્મિત દેતી ગાલમાં લાવી ઓ બેન તારી૦
રોજ નાની આંખમાં તું સ્વપ્ન કેવાં વાવતી
રોજ મારા ઘરને બેના કેટલું શણગારતી
તેની બની શોભા દીધો વિસ્તાર ફેલાવી ઓ બેન તારી૦
કીર્તિદા બ્રહ્મભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment